VIDEO: નકલી DYSP મામલો, સાયલા પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી
સુરેન્દ્રનગરના સાયલામાંથી પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી તોડબાજી કરતા નકલી ડીવાયએસપી સ
સુરેન્દ્રનગરના સાયલામાંથી પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી તોડબાજી કરતા નકલી ડીવાયએસપી સોહીલ ખાન પઠાણને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી સોહીલ ખાને બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના બહાને એક વ્યક્તિ પાસેથી 22 હજાર પડાવ્યા હતા. સાયલા પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ આધુનિક AI એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ આઈકાર્ડ, રબર સ્ટેમ્પ અને સરકારી વિભાગના નકલી ઓર્ડર જેવા દસ્તાવેજો બનાવ્યા હતા. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આ નકલી અધિકારીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી રહી છે, જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.



