VIDEO: મહેસાણાના વિજાપુરમાંથી પામોલિન તેલમાંથી પનીર બનાવતી ફેકટરી ઝડપાઈ
VIDEO: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં હિંમતનગર હાઈવે પર આવેલી ડિવાઈન ફૂડ નામની ફેક
VIDEO: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં હિંમતનગર હાઈવે પર આવેલી ડિવાઈન ફૂડ નામની ફેકટરીમાંથી ભેળસેળયુક્ત પનીર બનાવતી ફેકટરી ઝડપાઈ છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બનાવટી પનીરની ફેકટરી ઝડપી 238 કિલો પનીર જપ્ત કર્યું હતું. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં ફેકટરીમાં પામોલિન તેલમાંથી પનીર બનાવતું હોવાનું સામે આવ્યું છે.
વિજાપુર-હિંમતનગર હાઈવે પર આવેલી ડિવાઈન ફૂડ ફેકટરીમાંથી તંત્રએ દરોડા બાદ રૂપિયા 32,130નું 238 કિલો પામોલિન તેલ જપ્ત કર્યું હતું. ફૂ઼ડ વિભાગની તપાસમાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટીક એસિડ વાપરતા હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ પનીરને લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.




