Sensex today: Trump tariffની અસર શેરબજારમાં જોવા મળી, સેન્સેક્સ 765 તૂટયો, નિફ્ટી પણ ગગડયો

Sensex today: ભારતીય શેરબજાર પર અમેરિકાએ લાદેલા ભારત પર 50 ટકા ટેરિફની અસર જોવા મળી હતી. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે એટલે કે, 8મી ઓગસ્ટે બીએસઈ સેન્સેક્સ 765.47 અંક તૂટીને 79857.79ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 232.85 અંકોના જોરદાર કડાકાની સાથે 24,366.30ના લેવલ પર અટક્યો હતો. શુક્રવારે કારોબારમાં આઈટી અને ફાર્મા સેક્ટરમાં ભારે ઘટાડાની સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો આવ્યો, જો કે, પ્રસ્તાવિત અમેરિકી-રશિયન રાષ્ટ્રપતિની બેઠકની આશાએ ઘટાડાને થોડા હળવો કર્યો હતો.
સૌથી વધુ પ્રભાવિત કંપનીઓ
શુક્રવારે કારોબાર દરમ્યાન સેન્સેક્સમાં ભારતી એરટેલ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર નબળા રહ્યા. જ્યારે એનટીપીસી, ટાઈટન, ટ્રેટ, આઈટીસી અને બજાર ફિનસર્વના શેર ઉછાળાની સાથે બંધ થયા હતા.
વિદેશી અને ઘરેલું રોકાણકારોનું વલણ
મળતી માહિતી અનુસાર, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ગત રોજ આશરે 4,997.19 કરોડ રૂપિયાના શેર વેચાણ કર્યા હતા. જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારોએ 0,864.04 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ગુરુવારે અમેરિકી સરકાર દ્વારા ભારતથી આયાત કરેલા સામાન પર લાગુ કરેલો 25 ટકા ટેરિફની અસર પણ બજારમાં જોવા મળી હતી.
મોટાભાગના એશિયન શેરબજારોમાં કડાકો
શુક્રવારે મોટાભાગના એશિયન શેરબજારો ઘટ્યા હતા, જોકે જાપાનનો ટોક્યો નિક્કી 225 ઈન્ડેક્સ 2.2% જેટલો ઉછળ્યો હતો, જોકે પાછળથી આ વધારો થોડો ઘટીને 1.9% થયો હતો અને 41,820.48 પર બંધ થયો હતો. મળતી માહિતી અનુસાર, આ તેજીનું મુખ્ય કારણ
જાપાની અધિકારીઓએ ટેરિફ અંગે અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદનું નિરાકરણ કર્યું છે. ગુરુવારથી લાગુ કરાયેલા નવા યુએસ ટેરિફ 15%ની અગાઉની સર્વસંમતિ સાથે મેળ ખાતા નથી. જોકે, જાપાનના મુખ્ય વેપાર દૂતે જણાવ્યું હતું કે અમેરિકા આ ભૂલ સુધારવા માટે સંમત થયું છે.
ડોલર સામે રૂપિયો 13 પૈસા ગગડયો
રૂપિયો 87.71 (શરૂઆતના ગાળા) પર બંધ થયો, શુક્રવારે યુએસ ડોલર સામે 13 પૈસાનો ઘટાડો નોંધાવ્યો. સ્થાનિક શેરબજારની નબળાઈને કારણે અને ભારત-અમેરિકા વેપાર સોદા અંગે અનિશ્ચિતતાને કારણે, બજારમાં નિરાશાવાદ છે, જેના કારણે રૂપિયા પર દબાણ છે. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો દિવસ 87.56 પર ખુલ્યો અને 87.52 અને 87.75ની વચ્ચે ટ્રેડ થયો અને અંતે 87.71 (પ્રારંભિક) પર બંધ થયો હતો.

