Ahmedabad news: 16 વર્ષે એક વાળ તોળશે ન્યાય, માસૂમને પીંખી, હત્યા કરનારને અપાવશે સજા?, જાણો આખો ઘટનાક્રમ

Ahmedabad news: આજથી ઠીક 16 વર્ષ પહેલા નિર્દોષ, હસતી અને રમતી પુત્રીને કોઈએ પીંખી, રહેંસી મોતને ઘાટ ઉતારી દીધી. 16 વર્ષ સુધી નરાધમો પકડાય, સજા થાય એ માટે પરિવાર રઝળતો હતો. પ્રાર્થના કરતો હતો. એ સમયે પોલીસે મહેનત કરેલી પણ સફળતા મળી નહીં. સમય બદલાયો છે, પોલીસ અધિકારી બદલાયા છે, ટેકનોલૉજી બદલાઈ છે. એટલે કુદરત મોડો તો મોડો પણ ન્યાય ચોક્ક્સ તોળશે.
મળતી માહિતી અનુસાર, સમગ્ર ઘટના એ રીતે બનવા પામી હતી કે, 1 ફેબ્રુઆરી 2009ના રોજ ઘર પાસે આવેલી શાળા તરફ મૃતક દીકરી ગઈ હતી અને ત્યારબાદ તે ઘરે પરત નહોતી ફરી બાદ પરિવારે પોલીસનો સંપકઁ કર્યો હતો અને પોલીસ અને પરિવાર બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. 4 ફેબ્રુઆરી 2009ના રોજ બાળકીનો મૃતદેહ ઘર પાસે આવેલી મ્યુનિસિપલ શાળાના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે બાળકી પર દુષ્કર્મ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી.પોલીસ તપાસમાં કેટલા વર્ષે ક્યાં પહોંચી અને કઈ રીતે તેની તપાસ કરવામાં આવી હતી.
હાલમાં ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાન દ્વારા જૂના અને વણઉકેલાયેલા કેસો પર કામ કરી રહ્યા છે તેમાં અનેક કેસોના આરોપીને પકડી પણ લેવામાં આવ્યા અને આ કેસ અંગે પણ જૂની તપાસમાં રહી ગયેલી ચૂક શોધીને ફરીથી તપાસ કરવામાં આવી તેમાં મુદ્દામાલ ઘટના સમયે લેવામાં આવ્યા હતા તેમાં ઘણા ખુલાસા થઈ શકે છે.મુદામાલમાં FSL રિપોર્ટ કરી શકાય તેવા અનેક અવશેષો પણ ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરતા હાથ લાગ્યા હતા. દીકરીના કપડામાંથી મળી આવેલા વાળ અપાવી શકે છે ન્યાય. ટેક્નોલૉજીના અભાવે આ અવશેષો શોધી શકયા ન હતા.તે સમયે કરવામાં આવેલા એફએસએલ રિપોર્ટમાં અમુક ચૂક જોવા મળી હતી. તે ચૂક પણ ગણી શકાય અને ટેકનોલૉજીનો અભાવ પણ ગણી શકાય છે. હાલમાં ટેકનોલૉજી પણ વિકસી છે તેને કારણે આ કેસમાં ચાર શંકાસ્પદ લોકો પર શંકા વધુ ઘેરી બની છે.તેનું કારણ જાણવા મળ્યું કે ઘટના બાદ તે લોકો દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.હાલ 14 જેટલા રિપોર્ટ FSLમાં ફરીથી કરવામાં આવી રહ્યા છે. તે રિપોર્ટ આવતાની સાથે જ સમગ્ર કેસ પરથી પડદો ઉચકાઈ શકે છે.
ઘટનાની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી હતીને બાદ તે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.તત્કાલીન Dysp તરુણ બારોટ આ ઘટનાને લઈને તપાસ કરી રહ્યા હતા. GSTVએ તેમની પાસેથી પણ આ ઘટના અંગે ચિતાર મેળવ્યો અને જાણ્યું કે 100થી વધુ શકમંદોને તે સમયે અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં અન્ય કેસોમાં સરકારી અધિકારી પર સીબીઆઈ તપાસ થતા આ કેસ ત્યાં જ અટકી રહ્યો હતો.10 વર્ષ જેટલા સમયમાં અનેક અધિકારીઓ આવ્યા. આ કેસ અંગે તપાસ કરી પરંતુ કઈ પગેરું મેળવી નહોતા શકયા. પીડિત પરિવાર ન્યાયની આશા સાથે 16 વર્ષથી બેઠો રહ્યો.
GSTVની ટીમ પરિવાર સાથે પહોંચી અને તેમની સાથે વાત કરી ત્યારે મૃતક દીકરીના માતા-પિતાએ કહ્યું કે, અધિકારી સાથે વાત થઈ હતી.આરોપીઓની ફરી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.પરંતુ 16 વર્ષથી ન્યાય ઝંખી રહેલો પરિવાર ન્યાય મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.પરિવાર દ્વારા દુઃખ સાથે કહેવામાં આવ્યું કે ગુનેગારોને સજા અવશ્ય થવી જોઈએ.આવા નરાધમો સમાજ માટે દૂષણ ગણવામાં આવે છે. ફાંસીની સજા આરોપીને થાય તેવી માંગ કરવામાં આવી.પરિવારને 16 વર્ષે પોતાની લાડકવાયી દીકરીને ન્યાય મળશે તેવી આશા ઘણા વર્ષો બાદ ફરીથી જાગતી જોવા મળે છે.

