Ambaji news: 5 રાજ્યોના 250 ભક્તો સંઘ લઈને યાત્રાધામ અંબાજી આવ્યા, માતાજીને અન્નકૂટ ધરાવી ધન્યતા અનુભવી
Ambaji news: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ 2025માં સંઘો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે રાજસ્થાનના અલગ-અલગ ગામોના 5 રાજ્યોમાં વસતા ભક્તો 33 વર્ષથી ચાલતા અંબાજી આવે છે. જેમાં મહિલાઓ, પુરુષો અને બાળકો મોટી સંખ્યામાં હોય છે. સૌથી નવાઈની વાત એ છે કે, આ ભક્તો જ્યારે આવે છે ત્યારે તેમને કોઈપણ સેવા કેમ્પ મળતો નથી અને આ તમામ ભાવિક ભક્તો અંબાજીની ભક્તિમાં લીન બની આરાધના સાથે અંબાજી પહોંચતા હોય છે.
શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આવ્યા બાદ તમામ ભક્તો અંબાજી મંદિરમાં 56 અલગ-અલગ ભોગ સાથે મંદિર આવે છે અને અન્નકૂટ આરતીમાં જોડાય છે. બપોરની અન્નકૂટ આરતી બાદ તમામ ભક્તો દ્વારા ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા. સંઘ તરફથી માતાજીને ચાંદીનું 3 કિલોનું ત્રિશૂળ પણ ભેટ આપવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા ધજા ચઢાવી અને પછી 5 રાજ્યોના ભક્તો પોતાના વતન પરત જતા હોય છે.
પગપાળા 180 કિમી દૂરથી સંઘ અંબાજીમાં દર્શને આવ્યાં

