Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat University syndicate member accused of extortion of Rs 75 lakh, Congress strongly opposes

Ahmedabad news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય સામે 75 લાખની ખંડણીનો આરોપ, કોંગ્રેસનો ભારે વિરોધ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય સામે 75 લાખની ખંડણીનો આરોપ, કોંગ્રેસનો ભારે વિરોધ
સોર્સ : GSTV News

Ahmedabad news : ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારનુ કૌભાંડ સામે આવ્યુ છે. સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા પર 75 લાખની ખંડણી માગવાનો આરોપ લાગ્યો, જે બાદ એનએસયુઆઈના ભારે વિરોધ બાદ બે દિવસ પહેલાં તેમનું રાજીનામું લેવાયું છે. યુનિવર્સિટીની એક હજાર એકર જમીન પર આશિષ અમીન દ્વારા સંચાલિત દ્રોણાચાર્ય રાયફલ ક્લબ માટે 10 હજાર ચોરસ વાર જગ્યા મંજૂર કરાઈ, જેની બજાર કિંમત 500 કરોડ જેટલી છે.

App Store

આ ક્લબની લાઈફ મેમ્બરશિપ ફી 5 લાખ અને ઈન્સ્ટિટ્યૂસન મેમ્બરશિપ 15 લાખ રૂપિયા નક્કી કરાઈ હતી. નિયમોમાં ફેરફાર સિન્ડિકેટ સભ્યોના લાભ માટે કરાયા હોવાનો આક્ષેપ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની હરીફાઈ માટે માળખું તૈયાર કરાયું, અને ટુર્નામેન્ટના ખર્ચ માટે હોટલ-હોસ્ટેલનો બોજ યુનિવર્સિટી પર નાખવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે આંદોલનની ચીમકી આપી છે. ભૂતપૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થી નેતાઓ યુનિવર્સિટીને બચાવવા સંયુક્ત રીતે લડત આપશે.