VIDEO/ બોડકદેવમાં પૂર્વ પતિનો આતંક, મહિલાના ઘર નીચે ફટાકડા ફોડી મચાવ્યો હોબાળો

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક મહિલાએ તેના પૂર્વ પતિ ચિંતન પટેલ ઉર્ફે બીડી

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક મહિલાએ તેના પૂર્વ પતિ ચિંતન પટેલ ઉર્ફે બીડીવાલા વિરુદ્ધ હેરાનગતિ અને પીછો કરવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ગત રાત્રે આશરે 11.30 વાગ્યે આરોપીએ મહિલાના ફ્લેટ નીચે કાર લઈને આવી...જાહેર રોડ પર ફટાકડા ફોડી અને મોટા અવાજે ગીતો વગાડી આતંક મચાવ્યો હતો. પીડિત મહિલાનો આક્ષેપ છે કે છેલ્લા 15 દિવસથી પૂર્વ પતિ તેને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને હેરાન કરી રહ્યો છે, તેમજ સોશિયલ મીડિયા પર તેના નામ સાથે વીડિયો અપલોડ કરી બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આરોપી દ્વારા સતત પીછો કરવામાં આવતા ડરી ગયેલા પરિવારે આખરે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આ મામલે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત