VIDEO: અરવલ્લીમાં ચૂંટણીનો ધમધમાટ! મોડાસા 'કમલમ્' ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, દાવેદારોનો જમાવડો
VIDEO: અરવલ્લી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની

VIDEO: અરવલ્લી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. મોડાસા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે આજે મહત્વની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં એક જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને બે નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલી ખાસ ટીમમાં માજી ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય રેખાબેન ડુંગરાણી અને પ્રદેશ ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે. આ નિરીક્ષકોની ટીમ કાર્યકરો અને આગેવાનોનો અભિપ્રાય લઈને રિપોર્ટ પ્રદેશ મોવડી મંડળને સોંપશે. સેન્સ પ્રક્રિયાને પગલે સવારથી જ કમલમ ખાતે ટિકિટ વાંછુકોની ભારે ભીડ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.




