મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ચૂંટણી પંચે CM મમતા બેનર્જીની જાહેર રેલી માટેની પરવાનગી નકારી, દીદીએ લગાવ્યો મોટો આક્ષેપ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભવાનીપુરમાં પ્રસ્તાવિત જાહેર રેલી માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણય પ્રથમ તબક્કાના મતદાન પહેલા લેવામાં આવ્યો છે.

23મી એપ્રિલે બંગાળના ભવાનીપુર સહિતના મતવિસ્તારોમાં મતદાન થવાનું છે. મમતા બેનર્જીએ આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે, મારા પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પંચ મને રેલી કરવાની પરવાનગી કેવી રીતે નકારી શકે.  ત્યાં અન્ય કોઈ રેલીનું આયોજન પણ નથી. તેમણે ભેદભાવપૂર્ણ વર્તનનો આરોપ લગાવતાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીની રેલીઓને ઝડપથી મંજૂરી આપવામાં આવે છે, જ્યારે મુખ્યમંત્રી તરીકે તેમની અરજીને નકારી કાઢવામાં આવી છે. છ કલાકમાં વડાપ્રધાનની રેલીને મંજૂરી મળે છે, પરંતુ મારી રેલીને ના પાડવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે ઇન્કાર છતાં તેઓ આ વિસ્તારમાં જશે અને કોલિન સ્ટ્રીટે ચા પીવાનું આયોજન કરશે. પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 152 અને બીજા તબક્કામાં 142 બેઠકોનો સમાવેશ છે. મતગણતરી 4 મેના રોજ થશે. તૃણમૂલ કોંગ્રેસ સતત ચોથી વખત સરકાર બનાવવાના લક્ષ્ય સાથે છે, જ્યારે ભાજપ મજબૂત પ્રદર્શનની આશા રાખે છે. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ સફળતા મળી નહોતી.

આ સમાચાર શેર કરો