મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: રાજધાનીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે દિલ્હી વિધાનસભા સચિવાલયનું આકરું વલણ, વિગતવાર કાર્યવાહી અહેવાલનો આદેશ

દિલ્હી વિધાનસભા સચિવાલયે વાહનોના કારણે

દિલ્હી વિધાનસભા સચિવાલયે વાહનોના કારણે વધતા વાયુ પ્રદૂષણને રોકવા માટે આકરું વલણ અપનાવ્યું છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલના આધારે જાહેર હિસાબ સમિતિ દ્વારા પરિવહન વિભાગને 31મી જાન્યુઆરી 2027 સુધીમાં વિગતવાર કાર્યવાહી અહેવાલ મોકલવા જણાવ્યું છે.

દિલ્હી વિધાનસભા સચિવાલયે વાહનોના કારણે વધતા વાયુ પ્રદૂષણને રોકવા મુદ્દે સંબંધિત વિભાગોને 31મી ડિસેમ્બર 2026 સુધીમાં કેગની ભલામણો અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે, વાહનોના પ્રદૂષણને નિયંત્રિત કરવા સમયસર અને અસરકારક પગલાં લેવા અત્યંત જરૂરી છે. ઓડિટ રિપોર્ટના તારણોને જમીની સ્તરે નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરવા જોઈએ.

વિધાનસભા સચિવાલયે પરિવહન મંત્રી અને પરિવહન કમિશનરને ઔપચારિક પત્ર લખીને PACની ભલામણોનો વ્યાપક અને સમયસર અમલ કરવા વિનંતી કરી છે. CAGના 2022ના પ્રદર્શન ઓડિટ રિપોર્ટમાં નિયમનકારી માળખાની નબળાઈઓ અમલીકરણમાં ખામીઓ અને અલગ અલગ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવને મુખ્ય સમસ્યા તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

અહેવાલમાં જાહેર પરિવહનની અછત, બસની અછત, છેલ્લી માઈલ કનેક્ટિવિટીની નબળાઈ અને જૂના વાહનોની નોંધણી રદ કરવામાં વિલંબ જેવા મુદ્દાઓ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. PUC પ્રમાણપત્રોમાં અનિયમિતતા અને ઉત્સર્જન ધોરણોના ઢીલા અમલને પણ ગંભીર પડકાર ગણાવવામાં આવ્યા છે. વિજેન્દ્ર ગુપ્તાએ તમામ વિભાગોને PACની ભલામણોને ગંભીરતાથી અમલમાં મૂકવા અપીલ કરી છે, જેથી રાજધાનીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય.

આ સમાચાર શેર કરો