VIDEO: "પતિ નબળી આર્થિક સ્થિતિનો હવાલો આપીને પત્ની-બાળકોના ભરણપોષણની જવાબદારીથી છટકી શકે નહીં"
અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણને લગતા
અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણને લગતા મામલામાં અવલોકન કરતા કહ્યું કે, જો કોઈ પુરુષ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતો નથી તો તેણે લગ્નનો વિચાર જ છોડી દેવો જોઈએ. પતિ નબળી આર્થિક સ્થિતિનું બહાનું કાઢીને પત્ની અને બાળકોના ભરણપોષણની જવાબદારીમાંથી છટકી શકે નહિ.
અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણને લગતા મામલામાં જણાવ્યું કે, લગ્ન પછી પતિ પોતાની નબળી આર્થિક સ્થિતિનો હવાલો આપીને પત્ની અને બાળકોના ભરણપોષણની જવાબદારીથી છટકી શકે નહીં. આ કાનૂની જવાબદારી છે જે તેણે નિભાવવી જ જોઈએ. ન્યાયાધીશ અતુલ શ્રીધર અને વિવેક સરનની ડિવિઝન બેન્ચે પતિની અપીલને ફગાવી દીધી છે.
પ્રયાગરાજની ફેમિલી કોર્ટે હિન્દુ મેરેજ એક્ટની કલમ-24 હેઠળ પત્નીને દર મહિને 4 હજાર રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. પતિએ આ આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાની દલીલ કરી હતી. કોર્ટે જણાવ્યું કે પતિએ પોતાની આવક અંગે પૂરતા પુરાવા રજૂ કર્યા નથી. 4 હજાર રૂપિયાની રકમ તેના જીવનનિર્વાહ માટે વધુ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, એકવાર લગ્ન થઈ ગયા પછી પતિ કાયદેસર રીતે પત્નીના ભરણપોષણ માટે બંધાયેલો છે. ફેમિલી કોર્ટનો આદેશ યોગ્ય છે તેથી હાઈકોર્ટે અપીલ ફગાવી દીધી છે.




