VIDEO: તમિલનાડુમાં ચૂંટણી જંગ તેજ, એમ.કે. સ્ટાલિને તિરુચિરાપલ્લીથી ભાજપ-AIADMK પર કર્યા આકરા પ્રહાર
VIDEO: તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમ
VIDEO: તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને તિરુચિરાપલ્લીમાં વિશાળ ચૂંટણી રેલીને સંબોધીને જિલ્લાના નવ વિધાનસભા ક્ષેત્રો માટે પાર્ટીના ઉમેદવારોનો પરિચય કરાવ્યો. કોલાથુર મતવિસ્તારમાંથી આગામી વિધાનસભા ચૂંટણી લડનાર સ્ટાલિને ભાજપ શાસિત રાજ્યોની સરખામણી કરતાં તમિલનાડુમાંવધે શાંતિ અને વિકાસનો દાવો કર્યો.
ચૂંટણી રેલીને સંબોધતા સ્ટાલિને જણાવ્યું કે તમિલનાડુમાં કોઈ જાતિગત અથડામણો કે સાંપ્રદાયિક રમખાણ નથી. ઉત્તર પ્રદેશ કે મણિપુર જેવી હિંસા તમિલનાડુમાં થતી નથી. ભાજપના કાવતરાઓને નિષ્ફળ બનાવ્યા છે. અમારા શાસનમાં શાંતિ અને સારું શાસન હોવાથી જ રોકાણ સતત વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કેઅમે જે કહીએ છીએ તે કરીએ છીએ. 10 વર્ષ સુધી સત્તામાં રહેનાર એઆઈએડીએમકે એ રાજ્યને પતન તરફ ધકેલ્યું છે. ભાજપે તમિલનાડુને કોઈ ભંડોળ આપ્યું નથી.
એડાપ્પડી પલાનીસ્વામીએ માત્ર પોતાના સંબંધીઓને કોન્ટ્રાક્ટ આપવવા માટે સરકાર ચલાવી છે. સ્ટાલિને જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 26 હજાર કરોડ રૂપિયાની કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે મહિલા અધિકાર ભથ્થા, વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક નાસ્તો અને નાન મુધલવન જેવી યોજનાઓની સફળતા પર પ્રકાશ પાડ્યો.તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી 23મી એપ્રિલ 2026ના રોજ એક તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે.






