Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Chandigarh blast: Explosion in Sector-37 causes panic, CCTV footage prompts investigation

VIDEO: ચંડીગઢમાં ભાજપ હેડ કવાર્ટર બહાર બ્લાસ્ટ, સીસીટીવી ફૂટેજની તપાસનો ધમધમાટ

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Google

VIDEO/Chandigarh blast: દેશમાં હાલ કેરલમ્, પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી સહિતના રાજયોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચંડીગઢમાં આવેલા પંજાબ ભાજપ હેડકવાર્ટર બહાર વિસ્ફોટ થયો છે. આનો અવાજ ખૂબ દૂર સુધી સંભળાયો હતો.  આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

App Store

પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. બુધવારે બપોરના સમયે સેક્ટર-37 ખાતે ભાજપની ઓફિસ બહાર વિસ્ફોટ થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ તેમજ સિનિયર અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ તમામે તપાસ શરૂ કરી દીધી હતી. આ ઘટના પછી ઘટનાસ્થળે ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી લઈને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર, સાંજના પાંચ વાગ્યે ચંડીગઢના સેક્ટર-37માં આવેલા પંજાબ ભાજપ હેડ કવાર્ટરની બહાર એક સ્કૂટી પાર્ક કરેલી હતી. જેમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાનિ નથી થઈ. ઘટનાની જાણ થતા ચંડીગઢ એસએસપી અને આઈજી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સ્કૂટી કોની હતી. હજી સુધી કોઈ જાણકારી બહાર નથી આવી. ભાજપ હેડ કવાર્ટરની અંદર કોઈ નુકસાન નથી થયું. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફૉરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી જરુરી પુરાવા એકઠા કરવામાં જોતરાઈ હતી. આ ઘટના પછી દેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.