VIDEO/ બનાસકાંઠામાં ચૂંટણીનો જંગ: ૧૫.૭૯ લાખ મતદારો માટે ૧,૯૬૧ મતદાન મથકો તૈયાર
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્રએ ત

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને નિર્ભય અને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 1 હજાર 961 મતદાન મથકો પર 15.79 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે 1 હજાર 757 મતદાન મથકો અને નગરપાલિકા માટે 204 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં 15 હજારથી વધુ પોલિંગ સ્ટાફ, 35 ચૂંટણી અધિકારીઓ અને 81 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવશે.



