VIDEO: સયાજી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી ચાલતી તબીબોની હડતાળનો આખરે અંત
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં છેલ્લા બે દ
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી ચાલતી તબીબોની હડતાળનો આખરે અંત આવ્યો છે. બે દિવસ પૂર્વે કોલ્ડ રૂમમાં મૃતદેહ ડી-કમ્પોઝ થવા બાબતે મૃતકના સંબંધીઓ અને તબીબો વચ્ચે થયેલી મગજમારી બાદ ડોક્ટરોએ સુરક્ષાની માંગ સાથે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.આ મામલો સરકાર સુધી પહોંચતા, તબીબોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હોસ્પિટલમાં 60 જેટલા ખાનગી બાઉન્સરો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઇમર્જન્સી, OPD, સર્જીકલ વોર્ડ અને પોસ્ટમોર્ટમ રૂમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં બાઉન્સરોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.







