VIDEO/ ડાકોર મંદિર: ભાવ વધારાનો મામલો ગરમાયો!
ડાકોરના રણછોડરાય મંદિરમાં ‘લાગા’ના ભાવ વધારાને લઈને ભારે વિવાદ ઊભો થયો છે અને ભક્તો તેમ
ડાકોરના રણછોડરાય મંદિરમાં ‘લાગા’ના ભાવ વધારાને લઈને ભારે વિવાદ ઊભો થયો છે અને ભક્તો તેમજ સેવક સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આક્ષેપ છે કે માત્ર બે ટ્રસ્ટીઓએ મનસ્વી રીતે નિર્ણય લઈને ભાવ વધારો જાહેર કર્યો હતો અને સેવક સમાજના પ્રતિનિધિઓની મંજૂરી પણ લેવામાં આવી નહોતી. એટલું જ નહીં, આટલા મોટા નિર્ણય અંગે સેશન કોર્ટને પણ જાણ ન કરાતા નિયમોના ઉલ્લંઘનના સવાલો ઊભા થયા છે. મંદિરના ટ્રસ્ટી ગીરીશ દાણીએ મંદિરની આવક ડાકોર નગરપાલિકાને સમર્પિત કરવાની દલીલ આપતા લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે. ભક્તો આ કારણોને ગળે ન ઉતરે એવા ગણાવી ટ્રસ્ટીઓ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ચારેય તરફથી વધતા વિરોધ વચ્ચે હાલ પૂરતો વધારેલો ભાવ બે મહિના માટે પાછો ખેંચવાનો નિર્ણય લેવાયો છે. જોકે, સમગ્ર મામલે ભક્તોમાં હજુ પણ અસંતોષ અને રોષ યથાવત જોવા મળી રહ્યો છે.




