VIDEO: ઉપલેટામાં જન જાગૃતિ માટે 'સાયબર ડાયરો' યોજાયો, નાગરિકોને પોલીસે સાયબર સુરક્ષા અંગે આપ્યું માર્ગદર્શન

ગુજરાતમાં કેટલાક સમયથી સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તો બીજી તરફ સાયબર ફ્રોડ પીડિત કે

ગુજરાતમાં કેટલાક સમયથી સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તો બીજી તરફ સાયબર ફ્રોડ પીડિત કેટલીવખત ફરિયાદ પણ નોંધાવતા નથી, આ બાબતે રાજકોટના ઉપલેટામાં અનોખા સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ઉપલેટામાં સાયબર ગુનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું.

IPS અધિકારીએ નાગરિકોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું

આ કાર્યક્રમમાં ધોરાજી ડિવિઝનના ASP IPS સિમરન ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટેકનોલોજીના યુગમાં વધી રહેલી ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે નાગરિકોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. સાયબર ફ્રોડની ઘટનામાં તાત્કાલિક ભારત સરકારના હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવાની અપીલ કરી હતી.

જાહેરાત

ક્રાઈમ વિષયને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચાડવામાં આવ્યો

પ્રથમ કલાકમાં ફરિયાદ કરવાથી રકમ પરત મળવાની શક્યતા વધુ રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા, વાર્તાલાપના માધ્યમથી જટિલ સાયબર ક્રાઈમ વિષયને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચાડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત