VIDEO/ ડાકોર-અમદાવાદ આઇકોનિક રોડમાં ભ્રષ્ટાચારના ગાબડા? ₹300 કરોડના ખર્ચ બાદ પણ રસ્તો બિસ્માર
ડાકોરથી મહેમદાવાદ અને અમદાવાદ સુધીના આઇકોનિક રોડ પર અંદાજે 300 કરોડ રૂ
ડાકોરથી મહેમદાવાદ અને અમદાવાદ સુધીના આઇકોનિક રોડ પર અંદાજે 300 કરોડ રૂપિયા ખર્ચાયા હોવા છતાં રસ્તાની હાલત ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અત્યાર સુધીમાં પાંચથી છ વખત રસ્તા પર મોટા ખાડા પડી ચૂક્યા છે અને હાલમાં પણ ખાડા પુરવાનું કામ ચાલી રહ્યું છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહે પ્રશ્ન ઉઠાવ્યો છે કે કેનલ મુદ્દે આક્રમક બનતા ધારાસભ્ય અર્જુનસિંહ આ રોડના ગંભીર પ્રશ્ન પર કેમ મૌન છે. તેમણે જણાવ્યું કે હાલ લોકો માટે રસ્તાની સમસ્યા સૌથી મોટો મુદ્દો બની છે. છતાં પણ અર્જુનસિંહ માત્ર બે કરોડની કેનલના પ્રશ્નને લઈને રાજકીય ચગડોળે ચડાવતા હોવાના આક્ષેપ થયા છે.




