VIDEO: વડોદરાના અણખોલ ગ્રામ પંચાયતમાં ફરી ભ્રષ્ટાચારના આરોપ
VIDEO: વડોદરા જિલ્લાના અણખોલ ગામમાં એકવાર ફરી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છ
VIDEO: વડોદરા જિલ્લાના અણખોલ ગામમાં એકવાર ફરી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. જેને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને પંચાયતના સભ્યો સાથે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. તેઓએ વર્તમાન તલાટી જગદીશ સાધુ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. તેમને જણાવ્યું કે, પંચાયતમાં સભ્યોની ફક્ત હાજરી પત્રક પર સહી કરાવી દેવામાં આવે છે. કામ ના ઠરાવ પર સભ્યો ની સહી ન હોવા છતાં વર્ક ઓર્ડર પાસ કરી દેવાય છે. ખાનગી જગ્યામાં ગ્રામ પંચાયત વિકાસના કામ ન કરી શકે છતાં તલાટી કરે છે, તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી.
ગ્રામજનોએ જણાવ્યું કે, અત્યાર સુધી 4 કરોડના કામ થયા તેમાં તપાસની માંગ કરવામાં આવી હતી. અગાઉના સરપંચ તરલિકા પટેલ અને તલાટી દિગ્વિજય ઝાલા સામે થઇ ચુકી છે પોલીસ ફરિયાદ. વર્તમાન તલાટી અને તાલુકા વિકાસ અધિકારી વચ્ચે મિલીભગતના આરોપ મૂકવામાં આવ્યા હતા. અણખોલ ગ્રામના લોકોએ વડોદરાના ડીડીઓ મમતા હીરપરા ન હોવાથી તેમના પીએને રજૂઆત કરી હતી. ત્યારબાદ 15 દિવસમાં નિરાકરણ ન આવે તો હાઇકોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી હતી.






