Video: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ICU વેઇટિંગનો વિવાદ, જાણો શું કહ્યું સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ

એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક, હાલમાં ICU બેડની અછતને લઈને ચર્ચામાં છે.

એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક, હાલમાં ICU બેડની અછતને લઈને ચર્ચામાં છે. દર્દીઓ અને તેમના પરિવારો દ્વારા ICUમાં લાંબા વેઇટિંગની ફરિયાદો ઉઠી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંભીર દર્દીઓને દિવસો સુધી બેડ નથી મળતા. જોકે, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ આ દાવાઓને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે હાલ 110 ICU બેડ ઉપલબ્ધ છે અને વેઇટિંગ 2-3 દિવસ નહીં, પરંતુ 2-3 દર્દીઓનું હોય છે.

ICUની સ્થિતિ ડાયનેમિક હોવાથી, વેઇટિંગની સમસ્યા ક્યારેક ઊભી થાય છે, પરંતુ ઘણી વખત બેડ તરત મળે છે. આગામી સમયમાં હોસ્પિટલ 300 વધારાના ICU બેડનું આયોજન કરી રહી છે, જેનાથી કુલ ક્ષમતા 410 થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત