VIDEO: ઓડિશામાં કોંગ્રેસના કાર્યકરો-નેતાઓએ પોલીસ કમિશનરેટ ઓફિસનો ઘેરાવો કર્યો, રાજ્યવ્યાપી આંદોલનની આપી ચીમકી
ભુવનેશ્વરમાં કાયદો અને વ્યવસ્થાની બગડ

ભુવનેશ્વરમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય સરકાર અને પોલીસ પ્રશંસન વિરુદ્ધ આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઓડિશા પ્રદેશ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભુવનેશ્વર સ્થિત પોલીસ કમિશનરેટ ઓફિસનો ઘેરાવો કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને કાબૂમાં લેવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો કાયદો અને વ્યવસ્થામાં સુધારો નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.


