VIDEO: મહેસાણા જિલ્લામાં 341 કિશોરીઓ ગર્ભવતી મુદ્દે કોગ્રેસ પ્રવકતા ડૉ.મનીષ દોષીની પ્રતિક્રિયા

VIDEO: મહેસાણા જિલ્લાના આરોગ

VIDEO: મહેસાણા જિલ્લાના આરોગ્ય લક્ષી રિપોર્ટ કે જેમાં મહેસાણા જિલ્લાની કુલ 341 કિશોરીઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું તેની પર કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોષીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમને જણાવ્યું કે, સગીર કિશોરીઓ ગર્ભવતી હોવાના આંકડા ચોંકાવનારા છે. 13 થી 17 વર્ષની નાની વયે ગર્ભધારણના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. 

આરોગ્ય વિભાગ દ્વારા આ સગીરાના સ્વાસ્થ્ય માટેની ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે કોંગ્રેસે સરકારની કરોડોની યોજના લોકો પાછળ ઉપયોગ ન થતા હોવાના આક્ષેપ મૂક્યો હતો.  તેમને વધુમાં જણાવ્યું કે, મહેસાણા સિવાય અન્ય જિલ્લામાં પણ આવી સ્થિતિ હોવાના આક્ષેપ લગાવ્યા છે. નાની વયે લગ્ન કરવા અને નાની વયે ગર્ભવતી બનવુ તે ગંભીર મુદ્દો સરકારે આ બાબતે કૈંક કરવું જોઈએ

આ સમાચાર શેર કરો

જાહેરાત