VIDEO: કપડવંજમાં 90 હજારની ઉઘરાણી કરનાર 3 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ
VIDEO: ખેડા જિલ્લાના કપડવંજ શહેરની રેલિયા ફાટક પાસેથી ગેરકાયદે 90 હજા
VIDEO: ખેડા જિલ્લાના કપડવંજ શહેરની રેલિયા ફાટક પાસેથી ગેરકાયદે 90 હજારની ઉઘરાણી કરનાર ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નડિયાદ એસીબી પોલીસે કપડવંજ ખાતે આઈજીના ઈન્સ્પેકશન પૂર્વે એકને ઝડપી લીધો હતો.
વર્ષ-2021માં ઘઉં ભરેલી ટ્રકમાં કાગળોની માગણી કરી યેનકેન પ્રકારે પાંચ લાખ રૂપિયાની માગણીમાં 90 હજારમાં સોદો કર્યો હતો 10 હજાર રૂપિયા ફોન પેથી અને બાકીના 80 હજાર કપડવંજના આંગડિયા મારફતે મેળવ્યા હતા. ફરિયાદી દ્વારા આ મામલે ફરિયાદ આપતાં એસીબી દ્વારા ગુણો દાખલ કરી પુરાવા એકત્ર કર્યા હતા અને આરોપી નંબર બેના રાજેશભાઈ બારિયા કૉન્સ્ટેબલને ઝડપી લીધો હતો. જયારે કૉન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા અને જીઆરડી રાજેન્દ્ર ગઢવીને પકડવા ટીમો બનાવવામાં આવી છે.




