VIDEO: અમદાવાદના નરોડા ફ્રુટ માર્કેટમાં મુસાફરો અને વેપારીઓનું ચેકિંગ
દિલ્હીના બ્લાસ્ટની ઘટનાઓને પગલે અમદાવાદ શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
દિલ્હીના બ્લાસ્ટની ઘટનાઓને પગલે અમદાવાદ શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નરોડા ફ્રુટ માર્કેટમાં સ્થાનિક પોલીસ સતર્ક બનીને તપાસ હાથ ધરી છે. મળતા અહેવાલ પ્રમાણે ATSએ બે દિવસ અમદાવાદના અડાલજમાંથી ત્રણ આતંકવાદીઓને દબોચ્યા હતા. આ ત્રણેય આતંકીઓએ અગાઉ આ માર્કેટમાં રેકી કરી હતી, જેના પગલે પોલીસ સતત નિરીક્ષણમાં છે.
પોલીસ દ્વારા મુસાફરો અને વેપારીઓનું ચેકિંગ
વહેલી સવારે માર્કેટ ખુલતા જ પોલીસ દ્વારા મુસાફરો અને વેપારીઓનું ચેકિંગ હાથ ધરાયું છે. હાઈ એલર્ટ હેઠળ શહેરના તમામ સંવેદનશીલ સ્થળો પર પોલીસ તૈનાત છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.



