VIDEO/ ચેરમેન કલેક્શન ફ્લેગશિપ સ્ટોર લોન્ચ: મુંબઈમાં હાઈ-એન્ડ ફેશન સ્ટોરના ઉદઘાટનમાં સેલેબ્સનો જમાવડો
VIDEO/ Chairman Collection Flagship Store Launch: high-end fashion store in Mumbai | મુંબઈમાં હાઈ-એન્ડ ફેશન સ્ટોર 'ચેરમેન કલેક્શન' ના ફ્લેગશિપ સ્ટોરનું ભવ્ય
મુંબઈમાં હાઈ-એન્ડ ફેશન સ્ટોર 'ચેરમેન કલેક્શન' ના ફ્લેગશિપ સ્ટોરનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે બોલીવુડ અને ગ્લેમર જગતના અનેક સિતારાઓ ઉમટી પડ્યા હતા. જેમાં ઝહીર ઇકબાલ, અંજલિ આનંદ, સારા અરફીન ખાન અને લેખા પ્રજાપતિ જેવા કલાકારોએ પોતાની હાજરીથી રોનક વધારી હતી.
આ ઉપરાંત, જાણીતા પ્રોડ્યુસર જેકી ભગનાની અને બંટી વાલિયા પણ આ લક્ઝરી ફેશન સ્ટોરના ઉદઘાટન પ્રસંગે જોવા મળ્યા હતા. સેલિબ્રિટીઓએ સ્ટોરના લેટેસ્ટ કલેક્શનની પ્રશંસા કરી હતી અને ફેશન જગતના આ નવા ડેસ્ટિનેશનને વધાવ્યું હતું. આ ઈવેન્ટ સોશિયલ મીડિયા પર અત્યારે ભારે ચર્ચામાં છે.




