Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : IndiGo Airlines crisis causes problems for everyone from the general public to celebs! VIDEO shared

ઈન્ડિગો એરલાઇન્સના સંકટને કારણે સામાન્ય જનતાથી લઈ સેલેબ્સને પણ મુશ્કેલીઓ! VIDEO શેર કરી ઠાલવ્યો રોષ

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ઈન્ડિગો એરલાઇન્સના સંકટને કારણે સામાન્ય જનતાથી લઈ સેલેબ્સને પણ મુશ્કેલીઓ! VIDEO શેર કરી ઠાલવ્યો રોષ
સોર્સ : GSTV

દેશભરમાં IndiGoની ફ્લાઇટ્સ સતત મોડી પડવાને કારણે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ અને ટીવી સેલેબ્સ સુધીના મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો એરલાઇન વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ પરિસ્થિતિ અંગે સોનુ સૂદ, રાહુલ વૈદ્ય અને અલી ગોની જેવા કલાકારોએ પ્રતિક્રિયા આપી છે.

App Store

સેલેબ્સનો અનુભવ અને ગુસ્સો

નિયા શર્મા

ટીવી અભિનેત્રી નિયા શર્માએ એરપોર્ટ પરની અવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, 'આજે એરપોર્ટ પર સૌથી વધુ અવ્યવસ્થા છે. લોકો ફસાયેલા છે. મેં હમણાં જ સૌથી મોંઘી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ લીધી છે અને મને હજી સુધી ખબર નથી કે હું મારી મંઝીલ સુધી પહોંચી શકીશ કે નહીં. મારી ટીમના 4 લોકો એક જ જગ્યાએ પહોંચવા માટે ત્રણ અલગ-અલગ ફ્લાઇટ લઈ રહ્યા છે.'

વિજય કૃષ્ણ નરેશ

તેલુગુ અભિનેતા વિજય કૃષ્ણ નરેશે પણ 'X' પર વીડિયો શેર કરીને પોતાની પરેશાની જણાવી. તેમણે લખ્યું કે, '90ના દાયકામાં મુસાફરીનો જે આનંદ હતો, તે હવે પૂરો થઈ ગયો છે. તેમણે એરપોર્ટ પર ગ્રાઉન્ડ ક્રૂ અને મુસાફરો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ગંદકીનો પણ ઉલ્લેખ કર્યો.

સોનુ સૂદ

સોનુ સૂદ અને અલી ગોની જેવા કેટલાક સેલેબ્સે ગ્રાઉન્ડ સ્ટાફને સપોર્ટ કરવાની અપીલ કરી છે. આ બાબતે સોનુ સૂદે એક વીડિયો શેર કરીને લોકોને અપીલ કરતા કહ્યું કે, 'ફ્લાઇટ ડીલે થવાથી નિરાશા થાય તે સ્વાભાવિક છે, પરંતુ કૃપા કરીને તે ચહેરાઓને યાદ રાખો જે તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કૃપા કરીને IndiGo સ્ટાફ સાથે દયાળુ અને વિનમ્ર રહો. તેઓ કેન્સલેશનનો બોજ પણ ઉઠાવી રહ્યા છે. આપણે તેમનું સમર્થન કરવું જોઈએ.'

અલી ગોની

અલી ગોનીએ પણ એક વીડિયો શેર કરીને લખ્યું કે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ગેરવર્તણૂક ન થવી જોઈએ, કારણ કે તેમની પાસે કોઈ અધિકાર નથી અને તેઓ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

IndiGo એરલાઇને આખરે સ્વીકાર્યું છે કે આ બધી મુશ્કેલીનું મેઈન કારણ નવા ડ્યૂટી નિયમો હેઠળ ક્રૂ (સ્ટાફ)ની જરૂરિયાતનો બરોબર અંદાજ ન લગાવી શકવો છે. આ ભૂલને કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ મોડી પડી છે અથવા રદ થઈ છે.

એરલાઇન સુધારા કરવાના પ્રયાસો તો કરી રહી છે, પણ ઇન્ડિગોએ ચેતવણી આપી દીધી છે કે આવતા બે-ત્રણ દિવસ તો મુસાફરોની મુશ્કેલીઓ વધવાની છે, કારણ કે હજી પણ ઘણી ફ્લાઇટ્સ કેન્સલ થવાની પૂરી શક્યતા છે.