મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરના ધનપુરા પાટિયા પાસે કાર ભીષણ આગમાં ખાખ, 3 વ્યક્તિઓનો બચાવ

રાજ્યના સાબરકાંઠામાંથી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠાના હ

રાજ્યના સાબરકાંઠામાંથી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  સાબરકાંઠાના હિંમતનગર ખેડતસીયા રોડ પર ધનપુરા પાટિયા નજીક ગઈ મોડી રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. એક એસેન્ટ કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, અને મોટી દુર્ઘટના ટળી ગઈ.કારમાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો છે.

મોટી જાનહાની ટળી

ઘટના મોડી રાત્રે બની હોવાથી રસ્તા પર વાહનોની અવરજવર ઓછી હતી, જેના કારણે મોટી જાનહાની ટળી. કાર ઈડર તાલુકાના રામપુરા ગામના રહેવાસીની હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો