VIDEO/ બુલેટ ટ્રેન : 320 કિમીની ઝડપ માટે ભારતમાં જાપાનીઝ 'J-સ્લેબ' ટેકનોલોજીનો ઉપયોગ, એન્જિનિયરોને અપાઈ રહી છે તાલીમ

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં 320 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં 320 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે જાપાનના શિંકાન્સેન મોડલ પર આધારિત J-સ્લેબ ટ્રેક સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે. જે જાપાનના શિંકાન્સેન મોડલ પર આધારિત છે અને ટ્રેનોને 320 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે દોડવામાં સહાયક બનશે. આ બેલેસ્ટલેસ ટ્રેકમાં આર.સી ટ્રેક બેડ, સિમેન્ટ, એસ્ફાલ્ટ, મોર્ટાર લેયર અને પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ જેવી અનેક સ્તરોનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ ટ્રેનને સ્થિરતા, ઓછી કંપન અને વધુ સલામતી આપે છે. ખાસ મશીનરી દ્વારા ટ્રેકનું ચોક્કસ ઇન્સ્ટોલેશન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ટ્રેનિંગ સેન્ટર ખાતે આશરે 1000 એન્જિનિયર અને ટેક્નિશિયનને તાલીમ આપવામાં આવી રહી છે. 508 કિમીના આ કોરિડોર સાથે ભારતના ઇજનેરી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ રહી છે. સુરત ખાતે વિશેષ તાલીમ કેન્દ્રમાં લગભગ 1000 એન્જિનિયર અને ટેક્નિશિયનને આ ટેક્નોલોજી માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. 508 કિલોમીટર લાંબા આ કોરિડોર સાથે ભારતના ઇજનેરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત