VIDEO: શેખમીયા તળાવ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ પર ફરાયું બુલડોઝર
જુનાગઢ માંગરોળ શહેરમાં મામલતદારે લાલ આંખ કરી છે. પેશકદમી દુર કરવાની કાર્યવાહીથ
જુનાગઢ માંગરોળ શહેરમાં મામલતદારે લાલ આંખ કરી છે. પેશકદમી દુર કરવાની કાર્યવાહીથી જમીન માફીયાઓમા ફફડાટ ફેલાયો છે. માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી માંગરોળ શેખમીયા તળાવ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા અને આ પેશકદમી થતાં તળાવ ઓવરફલો થતા પાણી નીકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જતા હતા.
પરંતુ ઘણાં મામલતદારો આવ્યા અને ગયાં છતાં આ પેશકદમી અડીખમ હતી પરંતુ નવા મામલતદાર આર ડી પરમાર આવતાંની સાથેજ આ પેશકદમી જમીનો ખુલ્લી કરવાનું બુલ્ડોઝર ફરતાં જમીન માફીયાઓમા ફફડાટ ફેલાયો છે




