VIDEO/ ભાવનગરમાં બુટલેગરોનો આતંક: દારૂની હેરાફેરી કરવાની ના પાડતા ઇક્કો ચાલક પર ઘાતકી હુમલો
ભાવનગર જિલ્લાના ગુંદી કોળિયાક ગામે દારૂની ડિલિવરી કરવાની ના પાડતા કારચાલક પર બુટલેગરો દ
ભાવનગર જિલ્લાના ગુંદી કોળિયાક ગામે દારૂની ડિલિવરી કરવાની ના પાડતા કારચાલક પર બુટલેગરો દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ ગુલાબભાઈ પરમારના ભાઈએ લગભગ 15 દિવસ પહેલા મનાભાઈ વાઘેલા અને તેમના દીકરાને દારૂ ભરેલી થેલીઓ લઈ જવાની ના પાડી હતી. આ બાબતે દુશ્મની રાખીને મનાભાઈ વાઘેલા સહિતના શખ્સોએ ઇક્કો ચાલક પર હુમલો કર્યો હતો. બચાવવા આવેલા તેના પિતા અને ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







