VIDEO: ચૂંટણી પહેલા મોરબીના વોર્ડ નંબર-6માં ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના લાગ્યા બોર્ડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર સમયે નેતાઓને લોકોના રોષનો ભ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર સમયે નેતાઓને લોકોના રોષનો ભોગ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 6 માં ભાજપ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહીશોએ વોર્ડમાંભાજપના ઉમેદવારોને પ્રવેશબંધી ના બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો છે.
જેમને અમારા મતોની કિંમત નથી, તેમને વોર્ડમાં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી
લોકોનો આક્ષેપ છે કે જેમને અમારા મતોની કિંમત નથી, તેમને વોર્ડમાં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી.આ વિવાદ વચ્ચે રાજકારણ ત્યારે વધુ ગરમાયું જ્યારે ભાજપના જ પૂર્વ કાઉન્સિલર એનોપસિંહ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી. પક્ષમાં ભંગાણ અને જનતાના વિરોધને પગલે વોર્ડ નંબર 6 માં ભાજપની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે.


