VIDEO: મોરબીના સિરામિક હબમાં 'બ્લેકઆઉટ': આંતરરાષ્ટ્રીય કટોકટીને પગલે ગૅસ પુરવઠો ઠપ્પ, પ્લાન્ટ્સમાં પડ્યા તાળાં
VIDEO: મોરબીના સિરામિક ઉદ્યોગ પર આંતરરાષ્ટ્રીય ક
VIDEO: મોરબીના સિરામિક ઉદ્યોગ પર આંતરરાષ્ટ્રીય કટોકટીનું ગ્રહણ લાગ્યું છે.. ગેસની અછતને કારણે પ્લાન્ટ્સ ઠપ્પ થઈ જતા હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવની માઠી અસર જોવા મળી રહી છે, જેના કારણે ગેસ પુરવઠો ખોરવાતા અનેક પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી છે.. જીસી સિરામિક જેવા એકમોમાં 4 માર્ચથી ઉત્પાદન ઠપ્પ થતા શ્રમિકોની ઘરવાપસી શરૂ થઈ છે.. હાલ માત્ર જાળવણીના કામ માટે 30 જેટલા કર્મચારીઓ જ પ્લાન્ટ પર હાજર છે, જ્યારે અન્ય 200થી વધુ પરપ્રાંતિય શ્રમિકો કામકાજ બંધ હોવાથી વતન પરત ફરી રહ્યા છે.




