મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ભાજપે CM મમતાનું રાજીનામું માંગતા ગ્રાફિકમાં લખ્યું "બંગાળ ગુડબાય", TMCએ આને ગણાવી ખુલ્લી ધમકી

તૃણમૂલ કોંગ્રેસે ભાજપની "બંગાળ ગુડબાય" ટિપ્પણીન

તૃણમૂલ કોંગ્રેસે ભાજપની "બંગાળ ગુડબાય" ટિપ્પણીની ટીકા કરી છે અને વિરોધ પક્ષ પર રાજ્યને વિખેરી નાખવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામું માંગતા એક ગ્રાફિક શેર કર્યો હતો જેમાં "બંગાળ ગુડબાય" લખેલું હતું.

ભાજપે 4 મેના રોજ ચૂંટણી પરિણામો પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામું માંગતા એક ગ્રાફિક શેર કર્યો હતો, જેમાં "બંગાળ ગુડબાય" લખેલું હતું. આ પોસ્ટને ટીએમસીએ બંગાળની સંસ્કૃતિ, ભાષા અને વારસા માટે ખુલ્લી ધમકી ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટીએમસીએ પોસ્ટ કરીને લખ્યું કે, ભાજપ પલટા અને પરિવર્તનના નારા લઈને બંગાળમાં આવ્યું હતું, પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ "બંગાળ ગુડબાય" કહી રહ્યા છે. આ બંગાળની સંસ્કૃતિ, બંગાળી ભાષા, બંગાળના ચિહ્નો, ઇતિહાસ, સાહિત્ય, વારસો અને બંગાળી ખોરાકને ગુડબાય કહેવાની ખુલ્લી ધમકી છે.

ટીએમસીએ આરોપ લગાવ્યો કે, ભાજપ બંગાળને તોડી પાડવા અને તેની વિશિષ્ટ ઓળખને એકરૂપ બનાવવા માંગે છે. પાર્ટીએ કહ્યું કે, ભાજપ બંગાળ પર શાસન કરવા માંગતી નથી, પરતું તેને તોડી પાડવા માંગે છે. અમે આને મંજૂરી આપીશું નહીં. આ ટીકા-ટિપ્પણી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા સામે આવી છે. ટીએમસી સતત ચોથી વખત સત્તા મેળવવાનું લક્ષ્ય રાખી રહી છે, જ્યારે ભાજપ પણ 2021થી વધુ સારા પરિણામ સાથે સત્તા મેળવવા માંગે છે.

આ સમાચાર શેર કરો