મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: શિમલામાં અચાનક થઈ મેઘરાજાની એન્ટ્રી, વરસાદ-કરા પડવાના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર

હિમાચલના શિમલામાં અચાનક થયેલા વરસાદે ગરમીમાં રાહત આપી છે. આ વરસાદથી સ્થ

હિમાચલના શિમલામાં અચાનક થયેલા વરસાદે ગરમીમાં રાહત આપી છે. આ વરસાદથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. હિમાચલમાં વરસાદ અને કરા પડવાના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી 48 કલાકમાં હિમાચલ પ્રદેશમાં વરસાદ અને કરા પડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ અચાનક હવામાન પરિવર્તનને કારણે શિમલાના મેદાની ક્ષેત્રોના પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બન્યા છે. જ્યાં તાપમાન 40થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી ગયું છે.

પંજાબ, હરિયાણા અને દક્ષિણ ભારતના અનેક પ્રવાસીઓએ શિમલાના ઠંડા અને આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો. સ્થાનિક પ્રવાસીએ જણાવ્યું કે, મોહાલીમાં 40 ડિગ્રીથી વધુ ગરમી છે પરંતુ અહીં આવતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો. ખૂબ જ સારું લાગે છે. અન્ય એક પ્રવાસીએ કહ્યું કે, વાતાવરણ ખૂબ જ તાજગીભર્યું અને સુખદ છે. પહાડીઓ વચ્ચે શાંતિ અને આરામનો અહેસાસ થાય છે. દિલ્હી અને અંબાલામાં 44 ડિગ્રી ગરમી છે. શિમલા પહોંચતાં જ વરસાદ શરૂ થઈ ગયો. અહીં ACની જરૂર નથી. કુદરતી ઠંડક અદ્ભુત છે. આગામી દિવસોમાં વધુ વરસાદ અને કરાની આગાહીને કારણે પ્રવાસીઓનો ધસારો વધવાની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો