VIDEO: ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપનો સત્તા પર વિજય
ખેડાના ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપને 15 મત મળતા
ખેડાના ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપને 15 મત મળતા સોનલબેન જયકિશન પટેલની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ પદ માટે બે ફોર્મ ભરાયા હતા, જેમાં અપક્ષ ઉમેદવારે ભાજપ તરફી વલણ અપનાવી ટેકો જાહેર કર્યો હતો.
બીજી તરફ, ઉપપ્રમુખ પદ માટે કોઈ ફોર્મ ન ભરાતા નયનાબેન ઇન્દ્રજીતસિંહ ચૌહાણ બિનહરીફ જાહેર થયા હતા. નડિયાદના સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડની દેખરેખ હેઠળ પૂર્ણ થયેલી આ પ્રક્રિયામાં કોંગ્રેસના બે સભ્યો પણ હાજર રહ્યા હતા. 11 મહિલા અને 4 પુરુષ સભ્યો ધરાવતી આ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓને અભિનંદન પાઠવવા ઠાસરાના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



