VIDEO: પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોએ રણમેદાન ગજવ્યું, બાપુનગરમાં ભાજપનો 3 કિમી લાંબો રોડ શો યોજાયો

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોએ રણમેદાન ગજવ્યું છે. ભાજપ દ્વારા શ

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોએ રણમેદાન ગજવ્યું છે. ભાજપ દ્વારા શહેરના તમામ 48 વોર્ડમાં બાઈક રેલી અને રોડ શોનું આયોજન કરી એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે.  બાપુનગરમાં  3 કિમી લાંબા રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સ્વયં જોડાયા હતા.આ રોડ શોમાં એક હજારથી વધુ બાઈક, 200 ગાડીઓ અને ડીજેના તાલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, અમરાઈવાડીમાં સાંસદ મનોજ તિવારી, હિતુ કનોડિયા અને મોના થીબા જેવા સ્ટાર પ્રચારકોએ જનસભા ગજવી હતી. સાંજે 5 વાગ્યે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપે અમદાવાદના માર્ગો પર શક્તિ પ્રદર્શન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત