VIDEO/ AMC કચેરી ખાતે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોનો ધસારો, શપથવિધિ પહેલાં વિજય પ્રમાણપત્રો જમા કરાવવા માટે લાગી કતારો

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજેતા થયેલા ઉમેદ

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજેતા થયેલા ઉમેદવારોનો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની દાણાપીઠ કચેરી ખાતે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના જીતેલા ઉમેદવારો પોતાની જીતના સત્તાવાર સર્ટિફિકેટ જમા કરાવવા માટે કોર્પોરેશન ભવન પહોંચ્યા છે, જેના કારણે સવારથી જ ત્યાં રાજકીય માહોલ ગરમાયો છે. વહીવટી પ્રક્રિયા મુજબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વિજયના પ્રમાણપત્રો જમા કરાવવા અનિવાર્ય હોવાથી બપોરે ૧૨ વાગ્યાથી સર્ટિફિકેટ સ્વીકારવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડતા AMC કચેરી પરિસરમાં ભારે ભીડ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ વિજેતા ઉમેદવારો એકપછી એક પોતાના દસ્તાવેજો રજૂ કરી રહ્યા છે જેથી આગામી શપથવિધિ અને બોર્ડની રચનાની પ્રક્રિયાને વેગ મળી શકે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ કામગીરી સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આમ, ચૂંટણીના જંગમાં જીત મેળવ્યા બાદ હવે તમામ નવનિર્વાચિત કોર્પોરેટરો વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને જનસેવાના કાર્યો માટે સત્તાવાર રીતે સજ્જ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત