મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ભાજપના ઉમેદવાર અને રાજ્યમંત્રી હેલમેટ વગર વાહન ચલાવતા નજરે પડ્યા

અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ માટે 'કાયદો' ગૌણ બન્યો હોય તે

અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ માટે 'કાયદો' ગૌણ બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભાજપની બાઈક રેલીમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા. આ રેલીમાં ઉમેદવાર સુમન રાજપૂત હેલ્મેટ વગર બુલેટ દોડાવતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ રાજ્યમંત્રી દર્શના વાઘેલા પણ હેલ્મેટ પહેર્યા વગર એક્ટિવા ચલાવતા જોવા મળ્યા હતા.નેતાઓને જોઈને કાર્યકરોએ પણ કાયદાની પરવા કર્યા વગર હેલ્મેટ વિના રેલીમાં ઝંપલાવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય જનતા પાસે મામૂલી ભૂલ બદલ દંડ વસૂલતી પોલીસ નેતાઓની આ શિસ્તહીનતા સામે મૂકપ્રેક્ષક બની રહી હતી.  

આ સમાચાર શેર કરો