VIDEO: ઊંઝા માર્કેટમાં જીરાના ભાવમાં મોટું ગાબડું, એક જ અઠવાડિયામાં મણ દીઠ 200 સુધીનો મોટો ઘટાડો
VIDEO: ઉત્તર ગુજરાતના વેપારી મથક એવા ઊંઝા ગંજબજાર કે

VIDEO: ઉત્તર ગુજરાતના વેપારી મથક એવા ઊંઝા ગંજબજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ પ્રતિદિન 17થી 18 હજાર બોરી જીરાની આવક થઈ રહી છે. જોકે, તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં ૨૦ કિલો દીઠ ૧૫૦થી ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ ૪ હજારથી ૪ હજાર ૧૦૦ના ભાવે વેચાતું જીરું અત્યારે ૩ હજાર ૮૦૦થી ૩ હજાર ૯૦૦ના સ્તરે પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવું છે અને સ્થાનિક ગરાકી પણ નહિવત હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતો અને વેપારીઓને ૨૦ કિલોએ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.




