મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ અમદાવાદમાં બિલ્ડરોનો મોટો ખેલ: બેંક સાથે ₹૨.૫૪ કરોડથી વધુની લોન છેતરપિંડી

અમદાવાદના આંબલી-બોપલ રોડ પરના અક્ષર એલીસીયમ પ્રોજેક્ટમાં કેશવ નારાયણ બિલ્ડક

અમદાવાદના આંબલી-બોપલ રોડ પરના અક્ષર એલીસીયમ પ્રોજેક્ટમાં કેશવ નારાયણ બિલ્ડકોન LLPના ભાગીદારો રોનક સોનાણી અને વિપુલ ગંગાણીએ ખાનગી બેંકના હોમ ફાઇનાન્સ સાથે 2 કરોડ 54 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. બિલ્ડરોએ સાત મિલકત પર ઓક્ટોબર-નવેમ્બર 2023માં લોન મેળવી હતી. લોન ચાલુ હોવા છતાં બેંકની પરવાનગી વગર મિલકતોના દસ્તાવેજો અન્ય લોકોને વેચી દીધા હોવાનું સામે આવ્યું છે. ફેબ્રુઆરી 2024થી હપ્તા બંધ થતાં બેંકને શંકા પડી હતી. નવરંગપુરા પોલીસે બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો