મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ભોજશાળા વિવાદ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની સ્ટેની માંગ ફગાવી, 2 એપ્રિલથી હાઇકોર્ટમાં થશે નિયમિત સુનાવણી

VIDEO: સુપ્રીમ કોર્

તસવીર: GSTV

VIDEO: સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાંચાલતી સુનાવણી પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે

સુપ્રીમ કોર્ટે ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કેકોઈપણ પક્ષને કોઈ વાંધો હોય તો તેણે મધ્યપ્રદેશ હાઇકોર્ટ સમક્ષ જ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે હજુ સુધી કેસની યોગ્યતા અંગે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી.મસ્જિદ પક્ષે મધ્યપ્રદેશ હાઇકોર્ટના 16મી માર્ચના આદેશને પડકાર્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે વિવાદિત સ્થળનું વ્યક્તિગત નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો અને 2 એપ્રિલથી નિયમિત સુનાવણી શરૂ કરવાનું આયોજન કર્યું હતું. મુસ્લિમ પક્ષનો દાવો છે કે તેમને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પર વાંધો નોંધાવવા માટે પૂરતી તક આપવામાં આવી નહોતી.

મસ્જિદ પક્ષના વકીલ સલમાન ખુર્શીદે કોર્ટમાં જણાવ્યું કે તેમણે કેટલાક વાંધા ઉઠાવ્યા છે અને વીડિયોગ્રાફી તેમજ રંગીન ફોટોગ્રાફ્સ માગ્યા છે. જ્યારે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે હાઇકોર્ટે વિનંતીને ફગાવી નથી, પરંતુ અંતિમ સુનાવણી દરમિયાન આ બાબત પર વિચાર કરશે.સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સલાહ આપી કે જો કોઈ ફરિયાદ હોય તો હાઇકોર્ટનો સંપર્ક કરી શકે છે. હાઇકોર્ટમાં 2 એપ્રિલથી નિયમિત સુનાવણી શરૂ થવાની છે. આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને બંને પક્ષો વચ્ચે વિવાદ જોવા મળ્યો છે .

આ સમાચાર શેર કરો