VIDEO : આટલી ક્રુરતાથી કોઈ પોતાની દીકરીને મારતું હશે, માતાએ ગળું દબાવવાનો પણ કર્યો પ્રયાસ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માતા તેની પુત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માતા તેની પુત્રીને નિર્દયતાથી મારતી જોવા મળી રહી છે. વાયરલ વીડિયો ગુજરાતમાં ભુજના માધાપરનો હોવાનું કહેવાય છે. જો કે, GSTV વીડિયોની અધિકૃતતા અને ચકાસણીની બાંયધરી આપતું નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા પત્રકારો અને વપરાશકર્તાઓ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો હતો. હેરાન કરનાર વીડિયોમાં એક મહિલા, જે છોકરીની માતા હોવાનો દાવો કરે છે, તે બાળકીને નિર્દયતાથી મારતી જોવા મળે છે. લાચાર નાની છોકરી મદદ માટે વિનંતી કરે છે. નવાઈની વાત એ છે કે આ સમયે માતા નાની બાળકીનું ગળું દબાવવાનો પ્રયાસ કરે છે. માતા આવું એકવાર નહીં પરંતુ બે વાર કરે છે. બાદમાં તે છોકરીને ખેંચીને બીજા રૂમમાં લઈ જાય છે અને વીડિયો પૂરો થાય છે.
આ વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા અને વિચારી રહ્યા હતા કે એક માતા આટલી પથ્થર દિલની કેવી રીતે હોઈ શકે. એક નાની છોકરીને આટલી ક્રૂરતાથી કેવી રીતે મારી શકે.
લોકોને એ પણ આશ્ચર્ય થયું કે વીડિયો કોણ રેકોર્ડ કરી રહ્યું છે અને વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ દ્વારા મારપીટ રોકવા માટે કેમ કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. નેટીઝન્સે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે શું તે છોકરીના પિતાએ જ વીડિયો રેકોર્ડ કર્યો હતો અને જો એમ હોય તો બંને માતા-પિતાને સજા થવી જોઈએ.






