VIDEO: ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની ઓડિયો ક્લિપ વાયરલ, આ મામલે નીતિન પટેલે કર્યા આકરા પ્રહાર
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ આઠ માંથી ચૂંટાયેલા કોર્પ
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ આઠ માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક વાયરલ ઓડિયો ક્લિપે સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવો લાવી દીધો હતો. આ ઓડિયો ક્લિપમાં ચંદ્રકાંત પટેલ ભાજપના અન્ય એક નેતા સાથે ચૂંટણી મુદ્દે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ચંદ્રકાંત પટેલ એવું કહેતા જણાયા કે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પિક્ચર પૂરૂ કરી નાખ્યું હતું.
ઓડિયોમાં ચંદ્રકાંત પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર અનામત આંદોલન શરૂ કરાવવા અને પોતાનું રાજકારણ પૂરું કરવા ચોકઠા ગોઠવ્યા જેવા ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે નીતિન પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચંદ્રકાંત પટેલની પક્ષ વિરોધી કામગીરી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવાનું કૃત્ય અક્ષમ્ય છે.


