મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નાગપુરમાં એટીએસએ કરી શિવાજી રાઠોડની ધરપકડ, શખ્સ પર હોસ્પિટલમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો ગંભીર આરોપ

મહારાષ્ટ્રના નાગપુરમાં એટીએસ દ્વારા એક મોટી સફળતા મેળવત

મહારાષ્ટ્રના નાગપુરમાં એટીએસ દ્વારા એક મોટી સફળતા મેળવતા શિવાજી રાઠોડ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર પુણેની ઉષા કિરણ હોસ્પિટલમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો ગંભીર આરોપ છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને નાગપુર એટીએસ હવે આરોપીનો કબજો મેળવી તેને વધુ તપાસ માટે પુણે લઈ જવાની તૈયારી કરી રહી છે.

તપાસ અધિકારીઓ એ જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બોમ્બ રાખવા પાછળ આરોપીનો મુખ્ય ઈરાદો શું હતો. શું આ કોઈ મોટા આતંકી કાવતરાનો ભાગ છે કે પછી વ્યક્તિગત અદાવત, તે અંગેની પૂછપરછ ચાલુ છે. આ ધરપકડથી પુણે હોસ્પિટલ બોમ્બ કેસમાં અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. વધુ તપાસ બાદ જ સમગ્ર કાવતરા પરથી પડદો ઉઠશે.

આ સમાચાર શેર કરો