VIDEO: નવી દિલ્હીમાં NDMCના ઉપાધ્યક્ષે કર્મચારીઓ માટે ખાસ બસ શટલ સેવાનો કરાવ્યો પ્રારંભ
નવી દિલ્હીમાં NDMCના ઉપાધ્યક્ષ કુલજીત સિંહ ચહલે જોર બાગ સ્થિત અમૃત કાલ નિ
નવી દિલ્હીમાં NDMCના ઉપાધ્યક્ષ કુલજીત સિંહ ચહલે જોર બાગ સ્થિત અમૃત કાલ નિવાસથી કર્મચારીઓ માટે ખાસ NDMC બસ શટલ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઈંધણની બચત અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. આ પ્રસંગે કુલજીત સિંહ ચહલે જણાવ્યું કે સામૂહિક પરિવહનના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પ્રદૂષણ નિયંત્રિત કરવામાં મદદ મળશે. આ સેવા દ્વારા કર્મચારીઓને સુવિધાજનક મુસાફરી મળશે અને સાથે જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે


