મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી મંદિરમાં આજે પોષી પુનમને લઈને ઉત્સાહનો માહોલ

અંબાજી મંદિરમાં આજે પોષી પુનમને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે..માં અંબાના પ્

અંબાજી મંદિરમાં આજે પોષી પુનમને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે..માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આદ્યશક્તિના અવતરણની શ્રદ્ધાળુંઓ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

અંબાજી ખાતે મહાશક્તિ યજ્ઞ, જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવી હતી.

ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવી

ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી. ત્યારે ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પોષી પુનમની શોભાયાત્રા દરમ્યાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો. આ માટે જ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે.

પોષી પૂનમે માં ભગવતીને શાકનો શણગાર કરવામાં આવ્યો

આ પૂનમને શાકમ્બરી પૂનમ પણ કહે છે, કેમકે આ દિવસે જ માં ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હતા. આથી પોષી પૂનમે માં ભગવતીને શાકનો શણગાર કરવામાં આવ્યો છે. જેનાં દર્શનનો મહિમા છે. વર્ષ દરમ્યાનની પોષ મહિનાની ગુપ્ત નવરાત્રી પણ આઠમથી પૂનમ સુધી માં અંબેની આરાધના કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો