VIDEO: વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની ડેરીના સભાસદોમાં રોષમો માહોલ, બરોડા ડેરીના ડિરેક્ટર સામે લગાવ્યા આરોપ
ગુજરાતના વડોદરા જિલ્લાની સાવલી તાલુકામાં ડેરીઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો સિલસિલો યથાવત
ગુજરાતના વડોદરા જિલ્લાની સાવલી તાલુકામાં ડેરીઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો .મળતા અહેવાલ પ્રમાણે જૂના સમલાયા ગામની દૂધ મંડળીમાં નવો વિવાદ સામે આવ્યો છે. આગામી ડેરી ચૂંટણી પહેલાં મેરા કૂવા અને રાજપુર ડેરીમાં ઉચાપતના આક્ષેપો બાદ હવે જૂના સમલાયામાં મંત્રી અને પ્રમુખ દ્વારા સભાસદોની જાણ બહાર એકતરફી ઠરાવ પસાર કરવાનો વિવાદ ઉભો થયો છે.
રામસિંહ વાઘેલાની તરફેણમાં ઘરે-ઘરે ફરી સભાસદોની સહીઓ લઈને ઠરાવ મંજૂર કરાયો
બરોડા ડેરીના ડિરેક્ટર રામસિંહ વાઘેલાની તરફેણમાં ઘરે-ઘરે ફરી સભાસદોની સહીઓ લઈને ઠરાવ મંજૂર કરાયો, જેનાથી સભાસદોમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે સભાસદોનો આરોપ છે કે, મંત્રી અને પ્રમુખે પારદર્શિતાનું ધોરણ જાળવ્યું નથી અને ખોટી રીતે ઠરાવ પસાર કર્યો છે.
અંદરખાને વધુ ગજગ્રાહ ઉભો થયો
ત્યારે બીજી તરફ સમગ્ર મમાલે અંદરખાને વધુ ગજગ્રાહ ઉભો થયો છે. આ ઘટનાએ સાવલી તાલુકામાં ડેરીઓની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક સભાસદોએ બરોડા ડેરીના વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી, તપાસની માંગ કરી છે.








