VIDEO: ANDARNI VAAT / ધરમશાલામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 'રેડ એલર્ટ' વચ્ચે તોફાની વરસાદથી ચારેકોર જળબંબોળ!
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા કડક રેડ એલર્ટ વ

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા કડક રેડ એલર્ટ વચ્ચે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં આકાશી આફત બનીને તૂટી પડેલા મુશળધાર ધોધમાર વરસાદે ચોતર્ફ ભારે જળબંબોળની સ્થિતિ સર્જી છે.. ધરમશાલાના પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા અતિભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓ, ઝરણાં અને વોંકળાઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ઉભરાઈ રહ્યા છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા ગંભીર સંજોગો ઊભા થયા છે. ધસમસતા વરસાદી પાણીના પ્રવાહે રસ્તાઓ પર નદીઓ જેવો નજારો સર્જી દીધો છે, જેના પગલે વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. શાળા શિક્ષણ બોર્ડના નિવૃત્ત કર્મચારી સુરેશ શર્માએ પ્રશાસનની સુચનાઓને ટાંકીને નાગરિકોને આહ્વાન કર્યું છે કે, તેઓ નદી-નાળા જેવા જોખમી વિસ્તારોથી ખાસ દૂર રહે જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટનાથી બચી શકાય..
પહાડો પરથી વહી આવતા કાદવ અને પાણીના સતત પ્રવાહને કારણે બહારના કામકાજ સાથે જોડાયેલા લોકો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે, જ્યારે લોકો ઘરોની અંદર રહીને જ પોતાના દૈનિક કાર્યો પતાવવા મજબૂર બન્યા છે. સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સમગ્ર ધરમશાલા વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરીને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પહાડી રસ્તાઓ પર ભૂસ્ખલન અને માર્ગ ધોવાઈ જવાનું જોખમ વધી જતાં વાહનચાલકોને અત્યંત સાવચેતીપૂર્વક મુસાફરી કરવા સૂચના આપવામાં આવી છે. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ દળોને તૈનાત રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી કલાકોમાં પણ આ અતિભારે વરસાદની શ્રેણી ચાલુ રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા ખાસ અનુરોધ કરાયો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






