મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિના કારણે 71 રસ્તા થયા બંધ

નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળતાં

તસવીર: gstv

નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળતાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના કુલ 71 જેટલા રસ્તાઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. જેમાં નવસારી તાલુકાના 19, ચીખલીના 19, જલાલપોરના 6 અને ખેરગામ તાલુકાના 4 રસ્તાઓનો સમાવેશ થાય છે. નવસારીના નાગધરા મહુડી પુણી રોડ, સુપા કુરેલ રોડ અને સરોણા સંદલપુર રોડ જેવા ગ્રામ્ય માર્ગો કોઝવે પર પાણી ફરી વળવાના કારણે તેમજ જલાલપોરના મંદિર મોગાર રોડ અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને લાંબો ચકરાવો કાપવાની નોબત આવી છે, જેને ધ્યાને રાખી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો