VIDEO: ચાંદખેડામાં ચૂંટણી પ્રચાર વચ્ચે કોંગ્રેસના ઉમેદવારના ભાજપ પર આકરા પ્રહાર, નાગરિકો સાથે કરે છે છેતરપિંડી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર વચ્ચ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરીએ ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. રાજશ્રી કેસરીનો આક્ષેપ છે કે અતુલ મિશ્રાએ ચાંદખેડામાં 'સાઈ પૂજન ફ્લેટ'માં આખો એક બ્લોક જ ગેરકાયદેસર રીતે બાંધી દીધો છે.કોંગ્રેસ ઉમેદવારના જણાવ્યા મુજબ, આ બિલ્ડિંગ પાસે છેલ્લા 10 વર્ષથી AMCની BU પરમિશન નથી, છતાં તે ઊભું છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જો નગરસેવક બન્યા પહેલા જ ઉમેદવાર આવા ગેરકાયદે કામો અને નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોય, તો જીત્યા બાદ શું કરશે? 

આ સમાચાર શેર કરો

જાહેરાત